UPDATES :::: Fix pay case 2012-13

WELCOME TO MY FIRST BLOG..I WILL NOW POST IMP. NEWS OF EDUCATION DAILY...PLZ VISIT DAILY ONCE...

My Blog List

Friday, June 14, 2013

***સરકારી પ્રાથમિક શાળાઓમાં હવે ઇંગ્લિશ મીડિયમ શરૂ થશે****



***સરકારી પ્રાથમિક શાળાઓમાં હવે ઇંગ્લિશ મીડિયમ શરૂ થશે****


***સરકારી પ્રાથમિક શાળાઓમાં હવે ઇંગ્લિશ મીડિયમ શરૂ થશે**** ગુજરાતમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં હવે ઈંગ્લિશ મિડિયમથી શિક્ષણ આપવાનો રાજ્ય સરકારે સૈધ્ધાંતિકપણે સ્વીકાર કર્યો છે. બદલાયેલા સમયમાં અંગ્રેજી માધ્યમના વધેલા ક્રેઝને ધ્યાને રાખીને રાજ્યના શિક્ષણ વિભાગે આ દિશામાં આગળ વધવાનુ નક્કી કર્યું છે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં પર્યાવરણની જાગૃતિ માટે રાજ્યમાં ૧૦ ગ્રીન કોન્સેપ્ટ સ્કૂલનું નિર્માણ કરવામાં આવશે. પ્રત્યેક તાલુકાઓમાં એક સરકારી શાળાને ' સ્માર્ટ સ્કૂલ' બનાવવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ થશે. પ્રાથમિક શિક્ષણ વિભાગના સત્તાવાર સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર આ વખતે શાળાપ્રવેશોત્સવ માં ધાર્મિક , સામાજિક સંગઠનોનેજોડવામા ં આવ્યા છે. જે કાર્યકરો જે સ્કૂલમાં બાળકોને પ્રવેશ અપાવશે તે સ્કૂલમાં વર્ષ દરમિયાન શિક્ષણ અને શાળાકીય વ્યવસ્થાથી લઈને બાળકોના સામાજિક ઘડતરનું પણ ધ્યાન રાખશે. આ અભિયાનમાં અગાઉ આઈએએસ અનેઆઈપીએસ અધિકારીઓએ પણ શાળા દત્તક લઈ ચૂક્યા છે. આ નવા અભિગમને આધારે રાજ્યના ૨૨૮ તાલુકામાંઆવનારા એક વર્ષ દરમિયાન ઓછામાં ઓછી એકસરકારી પ્રાથમિક શાળાને સ્માર્ટ સ્કૂલમાં પરિર્વિતત કરીને આગળ વધવાનોસરકારનો લક્ષ્યાંક છે. '' અમદાવાદ, રાજકોટ, જામનગર, વડોદરા જેવા શહેરોમાં નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી શાળાઓમાં અંગ્રેજી માધ્યમથી અભ્યાસ માટેની માગણીઓ આવી છે. પહેલા તબક્કે ૩૦ શાળાઓમાં વિદ્યાર્થીઓ ઉપલબ્ધ થયેથી અંગ્રેજી માધ્યમથી શિક્ષણનો આરંભ કરવા આગળ વધી રહ્યા છીયે '' - પ્રો. વસુબહેન ત્રિવેદી શિક્ષણ રાજ્યમંત્રી

No comments:

Post a Comment

શિક્ષણના પ્રેરણા પુષ્પો

blog post